મીડિયા અને કોર્ટ પર કબજો છતાં ઓરબાનનું સામ્રાજ્ય તૂટ્યું
હંગરીમાં તાનાશાહી જેવી સરકારનો અંત! મીડિયા અને ન્યાયતંત્ર પર સંપૂર્ણ નિયંત્રણ હોવા છતાં વિક્ટર ઓરબાનને જનતાએ ઉખાડી ફેંક્યા. વાંચો, પીટર મેગયારે કેવી રીતે પદયાત્રા અને જનજાગૃતિ દ્વારા સત્તા પલટો કર્યો અને દેશને 'ફરી આઝાદ' કરાવ્યો.
સત્તા ગમે તેટલી મજબૂત હોય, મીડિયા પર ગમે તેટલું નિયંત્રણ હોય અને કાયદા ગમે તેમ બદલવામાં આવ્યા હોય, પરંતુ જ્યારે જનતા જાગૃત થાય છે, ત્યારે ગમે તેવા તાનાશાહના પાયા હચમચી જાય છે. યુરોપના દેશ હંગરીમાં તાજેતરમાં બનેલી ઘટના આ વાતની મોટી સાબિતી છે. વર્ષોથી સત્તા પર કાબિજ વિક્ટર ઓરબાનની સરકારને તોડી પાડીને પીટર મેગયારે ઇતિહાસ રચી દીધો છે.
સત્તા ટકાવવા માટેના ઓરબાનના 'હથકંડા'
2011 થી સત્તામાં રહેલા વિક્ટર ઓરબાન પર એવા આક્ષેપો હતા કે તેમને સત્તા ટકાવી રાખવા માટે લોકતંત્રના તમામ સ્તંભોને નબળા પાડી દીધા હતા.
-
મીડિયા પર કબજો: સૌથી પહેલા, દેશની નફાકારક સરકારી સંસ્થાઓ પોતાના મળતિયા ઉદ્યોગપતિઓને સોંપી દેવામાં આવી. આ ઉદ્યોગપતિઓએ પછી દેશના તમામ મુખ્ય ટીવી ચેનલો અને સમાચાર માધ્યમો ખરીદી લીધા. પરિણામે, મીડિયામાં દિવસ-રાત માત્ર ઓરબાનનો પ્રચાર શરૂ થયો. ડિજિટલ મીડિયા પર પણ અંકુશ લાદવામાં આવ્યો.
-
ન્યાયતંત્રમાં દખલ: કાયદાકીય રીતે સત્તા ન છીણવાય તે માટે ન્યાયાધીશોની નિવૃત્તિની ઉંમર ઘટાડી દેવામાં આવી, જેનાથી 20% જજ નિવૃત્ત થયા. તે ખાલી જગ્યાઓ પર સરકારના પસંદગીના લોકોની નિમણૂક કરવામાં આવી. એક એવો વિભાગ બનાવાયો જે નક્કી કરી શકે કે કઈ કોર્ટમાં કયો કેસ જશે, જેથી ભ્રષ્ટાચારના કેસ સરકારના ચહિતા જજ પાસે જ જાય.
-
ચૂંટણી પંચ પર નિયંત્રણ: સંસદની બેઠકો 386 થી ઘટાડીને 199 કરી દેવામાં આવી. ચૂંટણી પંચના સીમાંકનમાં એવો ફેરફાર કરાયો કે વિપક્ષના મજબૂત વિસ્તારો તૂટી જાય અથવા મતો એક જ જગ્યાએ કેન્દ્રિત થઈ જાય, જેથી સરકારને જીતવામાં સરળતા રહે.
પીટર મેગયારનો 'બળવો' અને જનજાગૃતિ
આવી મજબૂત સત્તા સામે પીટર મેગયાર નામની વ્યક્તિએ બળવો કર્યો. તેમને સરકારની નીતિઓ સામે અવાજ ઉઠાવ્યો અને દેશભરમાં 'પદયાત્રા' શરૂ કરી. ઘરે-ઘરે જઈને લોકોને મળ્યા અને સત્તાધિપતિની તાનાશાહી અને ભ્રષ્ટાચાર વિશે માહિતગાર કર્યા. તેમની પાસે એવા પુરાવા હતા જે સરકારના ભ્રષ્ટાચારને ખુલ્લા પાડતા હતા.
ધીમે-ધીમે જનતા જાગૃત થઈ અને દેશના ખૂણે-ખૂણે સરકાર સામે વિરોધ અને પ્રદર્શનો શરૂ થયા. સરકારે આ વિરોધને દબાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ રહ્યો.
2026 ની ચૂંટણી: જનતાનો ફૈસલો અને 'નવી આઝાદી'
અંતે ચૂંટણી આવી. જાગૃત થયેલી જનતાએ સત્તાના વિરોધમાં મતદાન કર્યું. પીટર મેગયાર અને વિપક્ષની જીત થઈ. વર્ષોથી દેશને દેવામાં ડૂબાડનાર સરકારનો અંત આવ્યો.
જીત્યા બાદ, પીટર મેગયાર એ જ મીડિયા પાસે ગયા જેને તેમને 'ગદ્દાર' અને 'દેશદ્રોહી' કહ્યા હતા. પોતાના ઐતિહાસિક ભાષણમાં તેમને કહ્યું, "આપણે ફરીવાર દેશને આઝાદ કરાવ્યો છે."
આ ઘટના દુનિયાના તમામ તાનાશાહો માટે એક ચેતવણી છે અને લોકો માટે એક પાઠ છે કે જ્યારે જનતા એક થઈને રસ્તા પર ઉતરે છે, ત્યારે ભલભલી સત્તાના પાયા ધ્રૂજવા લાગે છે.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Wow
1
Sad
0
Angry
0
Comments (0)