80 માર્ક્સના પેપરને 100માં લીધા, યુનિવર્સિટીની મોટી ભૂલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં LLB Semester-6 ના 80 માર્ક્સના પેપરને 100 માર્ક્સમાં લેવામાં આવ્યું. સુપરવાઇઝરે ભૂલ સ્વીકારી, વિદ્યાર્થીઓમાં ગૂંચવણ અને રોષ
રાજકોટ સ્થિત Saurashtra University માં LLB Semester-6 ની પરીક્ષામાં ગંભીર ગડબડ સામે આવી છે. “Professional Ethics, Accountancy for Lawyers & Bar Bench Relations” વિષયનું પેપર સિલેબસ મુજબ 80 માર્ક્સનું હોવું જોઈએ, પરંતુ યુનિવર્સિટીએ આ પેપર 100 માર્ક્સનું લઈને વિદ્યાર્થીઓને મૂંઝવણમાં મૂકી દીધા છે.
વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, જ્યારે તેઓ પરીક્ષા આપવા બેઠા ત્યારે સુપરવાઇઝર દ્વારા જાણ કરવામાં આવી હતી કે પેપર 80 માર્ક્સનું જ ગણવું. તેમજ જ્યાં 20 ગુણના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, ત્યાં 16 ગુણ પ્રમાણે ગણતરી કરવા કહેવામાં આવ્યું હતું. સુપરવાઇઝરે આને યુનિવર્સિટીની ભૂલ હોવાનું પણ જણાવ્યું હતું.
આ પરિસ્થિતિએ વિદ્યાર્થીઓમાં ભારે ગૂંચવણ સર્જી છે. ઘણા વિદ્યાર્થીઓએ તૈયારી પણ સિલેબસ મુજબ 80 માર્ક્સ માટે કરી હતી, પરંતુ પેપર 100 માર્ક્સનું આવતા તેઓ પર માનસિક દબાણ વધ્યું.
વિદ્યાર્થીઓએ આ મુદ્દે યુનિવર્સિટી પાસેથી સ્પષ્ટતા અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ પ્રકારની ગડબડથી પરીક્ષાની વિશ્વસનીયતા પર પણ પ્રશ્નો ઉભા થાય છે.
હવે જોવાનું એ રહેશે કે યુનિવર્સિટી આ મામલે શું સ્પષ્ટતા આપે છે અને વિદ્યાર્થીઓને ન્યાય મળે છે કે નહીં.